રથયાત્રા 2026 ની શુભકામના

ઓડિશાના પુરીમાં યોજાતી જગન્નાથ રથયાત્રા એ વિશ્વના સૌથી પ્રાચીન રથ ઉત્સવોમાંનો એક છે. પુરાણોમાં ઉલ્લેખિત આ ઉત્સવ ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની મુખ્ય શ્રી મંદિરથી ગુંડિચા મંદિર સુધીની વાર્ષિક યાત્રાની સ્મૃતિમાં ઉજવવામાં આવે છે.

Features

Related Templates

रक्षा बंधन

Festival
View Details →

रथ यात्रा 2026 की शुभकामनाएँ।

Festival
View Details →

Template Information

ભગવાન કૃષ્ણ તેમના ભાઈ બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા. ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ બલરામની માતા રોહિણીને પૂછ્યું કે અમે કૃષ્ણની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ આખો દિવસ રાધાનું નામ કેમ લે છે. ત્યારે રોહિણી માતા બોલ્યા કે જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહું. રાણીઓએ વિચાર કરીને સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખ્યા અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશવાં ન દેતાં. પછી રોહિણી માતાએ કથા ચાલુ કરી. સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી. ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાને નારદ મુનિને આ રૂપ કળિયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યુ.

Try Now